ભારતમાં 24 કલાકમાં 63,490 નવા કેસ, 25.89 લાખ પર પહોંચી સંખ્યા
16, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા દૈનિક વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 16 ઓગસ્ટ, રવિવારે કહ્યું કે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 25.89 લાખ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના ચેપના 63,490 નવા કેસો મળી આવ્યા છે, જ્યારે 944 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં હાલમાં કોરોનાના 6,77,444 સક્રિય કેસ છે જ્યારે 1862258ને સારવાર બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં 49980 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત છે કે, 1862258 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલોમાંથી રજા આપી દેવાઈ છે. દેશભરમાં કોરોનાના 7,46,608 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 2,93,09,703 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution