જયપુર-

ભાજપ યુવા મોર્ચના મહામંત્રી રાજેશ ગુર્જરે કહ્યું કે,કોરોના સંક્રમણથી સમગ્ર વિશ્વ આ મહામારીથી ત્રસ્ત છે. આ સંક્રમણથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેનો ઉદ્દેશ સામૂહિક રુપથી લોકોને એકત્ર થતાં અટકાવવા માટે લગ્ન, સમૂહભોજન,તેહવારો પર પ્રતિબંધ લાગાડવામાં આવ્યો છે. જેમાં કોઈ આવશ્યક કાર્ય પર પ્રશાસન દ્વારા અમુક સંખ્યામાં જ લોકોને અનુમતિ આપી શકે છે. ત્યારે સમગ્ર દેસમાં કોરોના મહામારીને જોઈ આપત્તિ અધિનિયમની જાહેરાત અને 144 કલમ હેઠળ દંડ સહિતની જાહેરાત કરી છે.

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે ભાજપે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપના યુવા મોર્ચાના મહામંત્રી રાજેશ ગુર્જરે સદર પોલીસ સ્ટેશનંમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા પ્રદર્શનમાં એકઠી થયેલી ભીડ અને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતા. જેને લઈ કૈબિનેટ પ્રધાન પ્રતાપસિંહ ખાચરિયાવાસ અને મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને RCA અધ્યક્ષ વૈભવ ગહલોત સહિત અન્ય કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.