જમ્મુ કાશ્મીરમાં હવે દેશનો કોઇ પણ નાગરીક જમીન ખરીદી શકશે
27, ઓક્ટોબર 2020

શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. મંગળવારે ગૃહ મંત્રાલય દ્વારા નવી સૂચના બહાર પાડવામાં આવી છે. જો કે, ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના જણાવ્યા મુજબ, અમે ઇચ્છીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં બહારના ઉદ્યોગો ઉભા કરવામાં આવે, તેથી ઓદ્યોગિક જમીનમાં રોકાણની જરૂર છે. પરંતુ વાવેલી જમીન રાજ્યના લોકો માટે જ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈપણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે, સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.


મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ  370 થી મુક્તિ આપવામાં આવી છે, ત્યારબાદ જમ્મુ-કાશ્મીર 31 ઓક્ટોબર, 2019 ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. હવે, કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાના એક વર્ષ પૂરા થવા પર, જમીનનો કાયદો બદલવામાં આવ્યો છે.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution