ઝાલોદમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો
25, જાન્યુઆરી 2021

ઝાલોદ

ઝાલોદ તાલુકાના કોંગ્રેસ ના કદાવર નેતાઓ એ ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો ઝાલોદ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ વાઘજીભાઈ અમલિયાર આંબા જિલ્લા સીટ ના સદ્‌સ્ય મગનભાઈ ભુરીયા તેમજ પાંચ ગ્રામપંચાયત ના કોંગ્રેસ સમર્થિત પાંચ સરપંચો તેમજ કાર્યકર્તાઓ ,જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર જિલ્લા ચુંટણી ઇન્ચાર્જ સુધિરભાઈ લાલપુર વાલા જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ સોની, ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ડામોર એ ભાજપ નો ખેસ પહેરાવી સમગ્ર ભાજપ પરિવારે સ્વાગત કર્યુ હતું.જાે આ રીતેજ દાહોદ જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખરતા રહ્યા તો નવ તાલુકા , જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા માં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે મેદાન મારશે તેવું દેખાઈ રહ્યું છે. ચૂંટણી વખતે રાજકીય વાતાવરણ ગરમ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution