કનેસરામાં ખેતીની ઉપજને લઈ ઝઘડો થતા પિતાએ પુત્રનું ઢીમ ઢાળી દીધું
14, માર્ચ 2023

જસદણ જસદણ તાલુકાના કનેસરા ગામના વાડી વિસ્તારમાંથી ગત શુક્રવારે વહેલી સવારે યુવાનનો મૃતદેહ મળ્યા બાદ યુવાનના પિતા બટુકભાઇ ગુમ હોય અને તેમનો મોબાઇલ બંધ આવતો હોય પોલીસની શંકા યુવાનના પિતા પર ઘેરી બની હતી જ્યારે બનાવ અંગે મૃતક યુવાનની માતા રેખાબેનની ફરિયાદ પરથી ભાડલા પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી પીએસઆઈ આર.એસ.સાકળીયા વધુ તપાસ ચલાવી રહ્યા હતા આખરે ભાડલા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને વીડીમાંથી હત્યારા પિતાને પકડીને પૂછપરછ આરંભી હતી. કનેસરા ગામના વાડી વિસ્તારમાંથી ગત શુક્રવારે વહેલી સવારે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં યુવાનનો મૃતદેહ મળ્યા બાદથી તેનો પિતા બટુકભાઈ ગુમ હોય અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હોય પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. આખરે ભાડલા પોલીસે કનેસરા અને ભેટસુડા ગામની વચ્ચેની વીડીમાંથી પિતાને પકડી પાડી ક્યાં કારણોસર હત્યા કરી હતી તે અંગે પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પિતા-પુત્ર વચ્ચે ખેતીની ઉપજ અંગે ઝઘડો થયો હતો. ઘર કંકાસને લઈ પિતાએ નશાની હાલતમાં પુત્રની વાડીમાં હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. કનેસરા નજીક વાડીમાં મહેશ બટુકભાઈ કુકડિયા (ઉં.વ.૨૪) નામના યુવાનની લાશ મળી આવતાં પોલીસ ભેદ ઉકેલવા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. મૃતક યુવાનના પરિવારજનોની પૂછપરછ કરતા મૃતક મહેશ અને તેના પિતા બટુક ચનાભાઈ કુકડિયા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ગત ગુરૂવારે રાત્રિના નશાની હાલતમાં પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી હોવાની શંકા પોલીસ સેવી રહી હતી.આ બનાવ અંગે મૃતક યુવાનની માતા રેખાબેનની ફરિયાદ પરથી ભાડલા પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી પીએસઆઈ આર.એસ.સાકળીયા વધુ તપાસ ચલાવી રહ્યા હતા. જાેકે, આખરે ભાડલા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને વીડીમાંથી હત્યારા પિતાને પકડીને પૂછપરછ આરંભી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution