શિનોર,તા.૮

 શિનોર તાલુકાના કંજેઠા ગામેછેલ્લા ઘણા સમયથીખેડૂતો ખેતમજૂરો અને મુંગા પશુઓને નિશાન બનાવી ભારે ફફડાટ ફેલાવનાર શિકારી દિપડો પાંજરે પૂરતાગ્રામજનોમાં હાશકારાની લાગણી જાેવા મળી છે.. બનાવ સંદર્ભે શિનોર વનવિભાગ દ્વારા પાંજરે પૂરાયેલા દિપડાને સલામત સ્થળે છોડવા અંગે ની કાર્યવાહી હાથ ધરી છે. શિનોર તાલુકાના કંજેઠા ગામે છેલ્લા ઘણા સમયથી દિપડાએ ભારે આતંક મચાવતાંરાત્રીના સમયે પશુપાલકો ના મુંગા પશુઓને નિશાન બનાવી મારણ કરતાં ગ્રામજનો માં ભારે ફફડાટ ફેલાયો હતો..બીજી તરફ દિપડાના આતંક થીખેડૂતો અને ખેતમજૂરો ખેતી કામ માટે ખેતરે જતાં ભય ની લાગણી અનુભવતાં હતાં..આ અંગે ગ્રામજનો ધ્વારા વન વિભાગ ને જાણ કરતાં,વન વિભાગ ના ઇર્હ્લં બી.આર.દવે,બીટગાર્ડ વી.આર.રબારી સહિત ની વનવિભાગ ની ટીમ ધ્વારા દિપડા ને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. મંગળવારની રાત્રી દરમિયાન વનવિભાગ દ્વારા મુકાયેલ પિંજરામાં દિપડો આવી જતાં, વનવિભાગ નો પ્રયાસ સફળ રહ્યો હતો.. બુધવાર ની સવારે દિપડો પાંજરે પૂરાયા ની વાત વાયુવેગે પ્રસરતા, દિપડાને જાેવા ગ્રામજનો ઉમટ્યા હતા.. ત્યારે આ અંગેની જાણ વનવિભાગ ને કરાતાં વહેલી સવારે આવી પહોંચેલી વનવિભાગ ની ટીમે, દિપડાને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી.. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૨૧ ઓક્ટોબર ના રોજ દિપડાના આતંક થી ભયની લાગણી અનુભવી રહેલા કંજેઠા ગામના ખેડૂતો એશિનોર સ્ય્ફઝ્રન્ કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપીરાત્રીના બદલે દિવસે વિજળી આપવાની માંગ કરી હતી..જે રજુઆત સાચી હોવાની બાબતને સમર્થન મળ્યું છે..