કર્ણાટકમાં તાઇવાની કંપની વિસ્ટ્રોન કોર્પને અંદાજે 52 કરોડનુ નુક્શાન થયું
15, ડિસેમ્બર 2020

દિલ્હી-

કર્ણાટકના કોલાર જિલ્લામાં સ્થિત આઇફોન મેન્યુફેક્ચરીંગ ફેક્ટરીમાં તોડફોડને કારણે તાઇવાની કંપની વિસ્ટ્રોન કોર્પને લગભગ 52 કરોડ રૂપિયા ($ 7.12 મિલિયન) નું નુકસાન થયું છે. કંપનીએ મંગળવારે આ માહિતી આપી છે. વિસ્ટ્રોન એપલ માટે મોબાઈલ ફોન બનાવે છે.

કંપનીએ અગાઉ એફઆઈઆરમાં દાવો કર્યો હતો કે તેને 444 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. પરંતુ હવે સમાચાર એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે કંપનીને માત્ર 52 કરોડનું નુકસાન થયું છે.  નોંધપાત્ર વાત એ છે કે, આ ફેક્ટરી કર્ણાટકના કોલાર જિલ્લાના નરસાપુર ઓદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં કામ કરતા કર્મચારીઓને ઘણા મહિનાથી પગાર મળતો ન હતો, જેના કારણે તેઓએ શનિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. આ કેસની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિરોધીઓને હાંકી કાઢ્યા હતા. 

આ કંપનીની ફેકટરીના કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેઓએ કાચનાં દરવાજા અને કેબિન તોડી નાખ્યા. હંગામો લાંબા સમયથી ચાલ્યો રહ્યો. કર્મચારીઓએ ફેક્ટરીમાં ઉભેલા કેટલાક વાહનોને આગ ચાંપી હતી અને ફેક્ટરી પર પથ્થરમારો પણ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution