કચ્છ ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન છે ત્યારે પશુઓની દશા વધુ કફોડી બની છે. ત્યારે લખપત તાલુકામાં ઘાસચારાની તિવ્ર અછત છે તેમજ સીમાડાઓમાં પણ પશુઓના ચરિયાણ માટે ઘાસચારો નથી. ત્યારે તાલુકા શાસક પક્ષના નેતા પી.સી. ગઢવીની આગેવાની હેઠળ પ્રાણપર (ઘડુલી), કૈયારી, બરંદા સહિતના સ્થળોએ વનવિભાગના ઘાસ ગોડાઉનની મુલાકાત લઇ તેમાં રહેલા ઘાસના જથ્થાની માહિતી મેળવી હતી.અને જણાવ્યું હતું કે વનતંત્રના વિવિધ ઘાસ ગોડાઉનોમાં ૩,૮૩,૦૦૦ કિલો ઘાસનો સંગ્રહાયેલો જથ્થો પડયો છે. ત્યારે જાે તંત્ર દ્વારા આ ઘાસનું રાહત દરે માલધારીઓને વિતરણ કરવામાં આવે તો પશુઓ માટે ઉપયોગી બનશે અને તે ૧૫ દિવસ સુધી ચાલે તેમ છે.આ રજૂઆત તાલુકા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ કરવામાં આવશે. જિ.પં. સદસ્ય મામદ જુંગ જત, દિનેશભાઈ સથવારા, રાણુભા સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વન વિભાગના આર.એફ.ઓ. હાજર રહ્યા હતા.