મધ્યપ્રદેશમાં એક સાથે ઘરના 6 સભ્યોને મોતને ઘાટ ઉતારતા વિસ્તારમાં ખળભળાટ
16, જુલાઈ 2020

મંડલા-

મધ્ય પ્રદેશમાં હ્‌દય હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારના 6 લોકોના તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાઓની સામે પરિવારના જે પણ સભ્ય આવ્યા તે તમામ સભ્યાને કાપી નાંખ્યા હતા. આ ઘટનામાં ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ 2 આરોપીમાંથી 1ની લાઠી મારીને હત્યા કરી નાંખી હતી.

મંડલા જિલ્લાના બીજાડાંડી પોલીસ સ્ટેશનની મનેરી ચોકીમાં 6 લોકોની સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે. સોની પરિવારના જ 2 પરિવારની વચ્ચે સંપત્તિ વિવાદને લઈ આ ઘટનાને આખરી ઓપ આપ્યો હતો.

એક પરિવારના 2 લોકોએ બીજા પરિવારના સભ્યોની ધારદાર હથિયારથી મોતને ઘાટ ઉતાર્યા હતા. મરનાર રાજેન્દ્ર સોની ભાજપના વરિષ્ઠ નેતા હોવાનું જાણવા મળ્યું છે. આ ત્યા કાંડમાં 2 બાળકો સહિત 6 લોકોની હત્યા કરવામાં આવી છે. આથીગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ 2 આરોપીમાંથી 1ની લાઠી મારીને હત્યા કરી નાંખી હતી.

મળતી માહિતી મુજબ સોની પરિવારના બે ભાઈઓના પરિવાર વચ્ચે પૈતૃક સંપતિને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે એક ભાઈના પરિવારે બીજા ભાઈના પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરી દીધો.

મૃતક રાજેન્દ્ર ગલ્લો ચલાવતા હતા તેમના દુકાન પર આરોપીઓએ હુમલો કર્યો હતો અને ત્યાં જ રાજેન્દ્રની મોત થઈ હતી. એ બાદ  અને 10 વર્ષના બાળક પરિવારના ૫ સભ્યોની હત્યા કરી હતી.

મૃતકોમાં રાજેન્દ્ર સોની(58)., તેમનો ભાઈ વિનોદ (45), તેમનો ભત્રીજાે ઓમ(9), ભત્રીજી પ્રિયાંશી(7), દીકરી પ્રિયા(28) અને તેમના વેવાઈ દિનેશ સોની (50)નો સમાવેશ થાય છે. તેમજ હત્યાકાંડના આરોપી સંતોષ સોની (35)નું મોત ગામજનોના મારથી થયું હતું. જ્યારે અન્ય આરોપી હરી સોનીની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસને જાેઈ હરી ભાગી રહ્યો હતો. પોલીસે તેના પગમાં ગોળી મારી તેની ધરપકડ કરી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution