માંડવી, માંડવી નગરનાં સતત વ્યસ્ત એવા સુપડી વિસ્તાર ખાતે નગર પાલિકનાં શોપિંગ સેન્ટર પાસે બે આખલાઓએ બાથ ભીડતાં અફરા તફરી મચી ગઇ હતી. બંને આંખલાઓની લડાઈ નિયંત્રણની બહાર પહોંચતા હરકોઈ પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા હતા. વાહન ચાલકોએ પોતાનાં વાહનો થોભાવી સાઈડ પર કરી દીધા હતા. દુકાન ધારકો દ્વારા મહા મુસીબતે પાણીનો છંટકાવ કરી તેમને અલગ કરતા મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નગરમાં બે આંખલાઓ લડવા તેમજ રખડતા ઢોરો ગમે તેમ દોડામદોડ કરતા અવર જવર કરતા લોકો તેમજ વાહન ચાલકોને ઈજાઓ પહોંચાડવાની તો લડતા લડતા દુકાનમાં પહોંચી જઇ કાચ તોડવા કે અન્ય નુકશાન કરવાની ઘટનાઓ બની ચુકી છે. તો નગર પાલિકા દ્વારા રખડતા ઢોરોની સમસ્યાનું યોગ્ય સમાધાન લાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.