મોરબીમાં હડકાયા કૂતરાએ બાળકો સહિત ૩૬ લોકોને બચકાં ભરતાં વિસ્તારમાં ભયનો માહોલ
29, માર્ચ 2022

મોરબી, મોરબીમાં એક જ દિવસે ૩૬ જેટલા વ્યક્તિને કૂતરું કરડવા ના બનાવના સી.સી.ટીવી. ફૂટેજ સોશીયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે મોરબી મહેન્દ્રનગર પાસે પ્રભુકૃપા સોસાયટી સહિત આજુબાજુ ના વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીત સર આંતક ફેલાવ્યો હોય તેમ ૩૬ જેટલા વ્યક્તિઓને બચકા ભરી લેતા મોરબી સરકારી સિવિલ હોસ્પિટલ મા મોટી સંખ્યામાં કૂતરું કરડવા થી ઇજાગ્રસ્ત ઘાયલો નો ધસારો થયો હતો. ઇજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં પણ આરોગ્ય વિભાગની દોડધામ મચી ગઇ હતી..જ્યાં ફરજ પરના હાજર સ્ટાફ અને તબીબો દ્વારા ઇન્જેક્શન સહિત જરૂરી સારવાર આપવામાં આવેલી હતી...મોરબીમાં રીતસરનો કૂતરાએ આતંક મચાવી દીધો હતો. બે દિવસ પહેલા કૂતરા કરડવાના બનાવ અંગે સી.સી.ટીવી ના ફૂટેજ સોશીયલ મીડીયા માં વાયરલ થયેલ ફૂટેજ સાથે એક જ દિવસ માં ૩૬ જેટલા વ્યક્તિઓ ને કરડી જનાર કૂતરા ના આંતક થી ઘાયલ નાના નાના ભૂલકાં ઓ થી લઇ પરિવાર જનો બચાવવા જતાં તેમને પણ ગંભીર રીતે બચકા ભરતા ,કરડતા શ્વાન નાં આંતક ની સમગ્ર ઘટના સોશીયલ મીડિયા માં વાયરલ થઇ હતી. આ ઘટના વાઇરલ થવાના પગલે લોકોમાં પણ ભય ફેલાઇ ગયો હતો. મોરબી સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી આ બનાવની મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલી પ્રભુકૃપા ટાઉનશિપ નજીક એક કૂતરું હડકાયું થયું હતું. આ હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો હતો. નાનાં નાનાં ભૂલકાં મળી ૧૫ જેટલા લોકોને હડકાયા કૂતરાએ બચકાં ભર્યાં હતાં, જેથી તમામને હડકવાવિરોધી રસી મુકાવવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution