ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી ચર્ચાઓ ફરીથી શરૂ થવાની સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને રાજકીય ગતિવિધિઓની સાથે પક્ષ પલટાનો માહોલ ફરીથી શરૂ થઈ ગયો છે. આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. જેમાં એક ઇંદ્રનિલ રાજ્યગુરુએ ‘આપ’નું ઝાડુ પકડ્યું છે તો બીજા પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂએ કોંગ્રેસ છોડીને ભાજપના ભરતી મેળામાં જાેડાયા છે. આમ એક દિવસમાં બે પૂર્વ ધારાસભ્યો આપ અને ભાજપમાં જાેડાતા કોંગ્રેસમાં સન્નાટો પ્રસરી ગયો છે. રાજ્ય સભાની ચૂંટણી સમયે કોંગ્રેસનાં ગઢડાના ધારાસભ્યપદેથી રાજીનામું આપનાર સૌરાષ્ટ્રના દલિત નેતા પ્રવીણ મારૂ આજે વિધિવત રીતે ભાજપમાં જાેડાયા હતા. ભાજપમાં જાેડાયા બાદ પ્રવીણ મારુએ એવું નિવેદન કર્યું હતું કે, જાે પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ અને મુખ્યમંત્રી બનાવશે તો મુખ્યમંત્રી પણ બનીશ. ગત રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી સાત જેટલા કોંગ્રેસનાં ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામા આપીને રાજ્ય સભામાં ભાજપની જીતનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. સાત જેટલા ધારાસભ્યો પૈકીના એક ગઢડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂ રાજીનામું આપ્યાના બે વર્ષ જેવા લાંબા સમય બાદ આજે ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીના દિવસે ભાજપમાં વિધિવત રીતે જાેડાઈને કેસરી ટોપી પહેરલી લીધી હતી જાેડાયા છે. પ્રવીણ મારૂએ રાજીનામું આપ્યા બાદ ગઢડાની પેટા ચૂંટણીમાં પૂર્વ મંત્રી આત્મારામ પરમારને ભાજપે ફરીથી ટિકિટ આપી હતી અને તેઓ જીતી ગયા હતા. જાે કે હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા જૂના જાેગીઓને ઘેર બેસાડવામાં આવે તેવી હિલચાલ રહી છે. તેવા સંજાેગોમાં આજે પ્રવીણ મારૂ ભાજપમાં જાેડાયા હતા. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમણે વિધાનસભાની ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના બલવતર બની ગઈ છે. ભાજપમાં જાેડાયા બાદ પ્રવીણ મારૂએ મીડિયા સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું એક કાર્યકર તરીકે ભાજપમાં જાેડાયો છું. પક્ષ જે કામગીરી સોંપાશે તે કામગીરીને હું નિભાવીશ. શું તમે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માંગી છે? તમે ગઢડા બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશો? તેવા સવાલના જવાબમાં પ્રવીણ મારૂએ જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ, તમને ટિકિટ આપે તો તમે પણ ચૂંટણી લડવા તૈયાર થઈ જાવ. જાે પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી પણ લડીશ અને મુખ્યમંત્રી બનાવશે તો મુખ્યમંત્રી પણ બનીશ તેમ પણ તેમણે જણાવ્યું હતું.