નસવાડી

નસવાડી તાલુકાઓ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકો છે જેને લઇને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ઘ્વારા દરેક ગ્રામ પંચાયતમાં બે વર્ષમાં ૨ કરોડો ૮૦ લાખની રકમ ફાળવી જેમાં ૬૭ સામુહિક સૌચાલયની કામગીરી ગત વર્ષ પુરી કરી દેવામાં આવી જયારે આ વર્ષ ૭૦ જેટલાં નવા સામુહિક સૌચાલયની બનવવાની કામગીરી ચાલુ છે અહીંયા મહત્વની બાબત એ છે કે જે ગામોમાં સામુહિક સૌચાલય આદિવાસી વિસ્તારની મહિલાઓ અને પુરુષો શોચ ક્રિયા માટે બહાર જતા હતા તેને અટકાવવા માટે અને ગામમાં ગંદકી ના થયા તે માટે સરકારે ગ્રાન્ટ ફાળવી પરંતુ એસ.બી.એમના અધિકારીઓ તેમજ ગ્રામ વિકાસ ઈજન્સીના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સત્તા ધીસો સામુહિક શોચાલયની કામગીરીમાં ધ્યાન ના આપતા હાલ તાલુકામાં જે સૌચાલય બન્યા છે તે સૌચાલયમાં પાણીની સુવિધા કરવામાં આવી નથી કેટલાક સૌચાલયોને તાળા મારી દેવામાં આવ્યા છે જયારે કેટલાક સૌચાલયઓના દરવાજા તૂટી ગયા છે.