નેત્રંગ તાલુકામાં ગ્રામ પંચાયતની પાણીની ત્રણ ટાંકી શોભાના ગાઠીયા સમાન
08, મે 2021

ભરૂચ, પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે વસવાટ કરતી ગરીબ પ્રજાને ઘરઆંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વષૉ પહેલા ગ્રા.પંચાયતના વહીવટકતૉઓ ધ્વારા નેત્રંગમાં પાણી પુરવઠા યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે પંચાયત બાગની બાજુમાં, જુની નેત્રંગ વિસ્તારમાં અને ગાંધી બજારના ડબ્બા ફળીયામાં પાણીની ટાંકીનું નિમૉણ કરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે છેલ્લા ૨૦-૨૫ વષૅથી આ ત્રણેય પાણીની ટાંકી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે. જેમાં પંચાયત બાગની બાજુમાં આવેલ પાણીના ટાંકીમાં સન ૨૦૦૨ થી પાણી ભરવામાં આવ્યું નથી તેમજ ગાંધીબજાર વિસ્તારના ડબ્બા ફળીયા સહિત જુની નેત્રંગ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાયું નથી. ત્રણેય પાણીની ટાંકીની હાલત હાલ જજૅરીત થતાં સિમેન્ટના પોપડા તેમજ સ્નેટિંગ સળિયા બહાર જાેવા મળી રહ્યાં છે. જેથી પાણીની ટાંકીના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી હોવાથી આ પાણીની ટાંકીઓ ગમે ત્યારે તુટી પડવાની દહેશત જણાઇ રહી છે. જ્યારે બીજી તરફ નેત્રંગ તાલુકા કરોડો રૂપિયાના ખર્ચે યોગ્ય પધ્ધતિ અને આયોજન વગર પાણીની ટાંકીનું નિમૉણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા ૨૦-૨૫ વષૅથી પાણીની ટાંકીનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો કેમ કરોડો રૂપિયાના ખચૅ પાણીની ટાંકીનું નિમૉણ કરવામાં આવ્યું હતું. તે લોકમુખે ચચૉનો માહોલ બન્યો છે. જ્યારે બોર-મોટર કુવા, તળાવ, ચેકડેમ સહિત જળાશયોમાં પાણીના સ્તર સુકાતા પીવાના શુધ્ધ પાણીની સમસ્યા ઉદભવી રહી છે. તો આગામી સમયમાં પીવાના શુધ્ધ પાણીની સમસ્યા નિરાકરણ માટે તંત્ર ધ્વારા જરૂરી પગલા ભરવામાં આવે .

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution