દિલ્હી-

પુત્રીની હત્યાના મામલે  58 વર્ષની મહિલાને રવિવારે ઓડિશાના બાલાસોર જિલ્લામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, સુકુરી ગિરી નામની મહિલાએ 32 વર્ષીય પ્રમોદ જેના અને અન્ય બેને તેની પુત્રીની હત્યા કરવા માટે રૂ. 50,000 આપ્યા હતા. પોલીસ અધિકારી પ્રકાશ પાલે જણાવ્યું કે પ્રમોદ જેનાની પણ ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સુકુરી ગિરીની પુત્રી શિબાની નાયક ગેરકાયદેસર દારૂના ધંધામાં સામેલ છે, જેના કારણે તેમના સંબંધોમા તાણ ગયા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુકુરી ગિરીએ પણ તેમની પુત્રીને ગેરકાયદેસર દારૂના ધંધાથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો. ત્યારબાદ તેણે પોતાની પુત્રીને મારવા માટે પ્રમોદ જેનાનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે સુકુરી ગિરીએ કોન્ટ્રાક્ટ કિલરને 8,000 રૂપિયાની એડવાન્સ આપી હતી.

અધિકારીએ જણાવ્યું કે શિબાની નાયકની 12 જાન્યુઆરીએ પત્થરો અને કેટલીક નક્કર વસ્તુઓથી હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ નગરામ ગામના પુલ નીચેથી મળી આવ્યો હતો.