વડગામ : પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા એન. ટી. ઈ. પી. પ્રોગ્રામ અંતર્ગત ડીસ્ટ્રીક્ટ ટી. બી. ફોરમ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં એન. ટી. ઈ. પી. ના તમામ ઈન્ડીકેટર્સમાં વધારે સારી રીતે કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગે કલેકટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર આનંદ પટેલે જિલ્લામાંથી ટી.બી.ને નાબૂદ કરવા માટે પબ્લિક અને ખાનગી હેલ્થ સેક્ટરને પરસ્પર સંકલન અને સહયોગથી કામગીરી કરવાની હિમાયત કરી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ફેન્સીએ કહ્યું કે, પ્રચાર- પ્રસારના માધ્યમથી રોગ અને તેની ઉપલબ્ધ સારવારની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડીએ.જિલ્લા ક્ષય અધિકારી ડૉ. સી. એ. અખાણીએ રોગ અંગેની આંકડાકીય જાણકારી આપી હતી.