હાલોલ, પાવાગઢ નજીક આવેલ પાણેલાવ ગામ પાસે મજૂરી કામ કરી રહેલા શ્રમજીવી પરિવારના ચાર માસના બાળકને શેરી કૂતરાએ ફાડી ખાતા મોત નીપજ્યું હતું.મળેલી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના પાવાગઢ પાસે આવેલ પાણેલાવ ગામ પાસે રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા અવધેશભાઈ ભુરીયા મજુરી કામે ગયા હતા. જ્યારે તેમની પત્ની હીરાબેન પોતાના ચાર માસના પુત્ર વિકાસ સાથે ઘરે હતી. માતા હીરાબેન પુત્ર વિકાસ કુદરતી હાજત કરતા તેના કપડા ધોવા માટે ગઈ હતી. માથામાં બચકું ભરી લીધુ હતુ માતા ગઈ ત્યારબાદ ધસી આવેલા શેરી કૂતરાએ ચાર માસના બાળક વિકાસ ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. કૂતરાએ વિકાસના માથામાં બચકું ભરી ગંભીર ઇજા પહોંચાડી હતી. બાળકનો અવાજ સાંભળી માતા હીરાબેન દોડી આવ્યા હતા અને કૂતરાના મોંમાંથી પોતાના બાળકને છોડાવ્યો હતો. સારવાર મળે તે અગાઉ મોત હીરાબેને બનાવની જાણ પતિ અવધેશને કરતા તેઓ દોડી આવ્યા હતાં.ગંભીર રીતે ઇજા પામેલા પુત્ર વિકાસને ખાનગી વાહનમાં વડોદરા કારેલીબાગમાં આવેલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં. જાેકે, તબીબોએ સારવાર આપતા પહેલાં જ મૃત જાહેર કરતા દંપતિ સ્તબ્ધ થઇ ગયું હતું.અગાઉ પણ કૂતરાએ હુમલો કરેલો કૂતરાનો શિકાર બનેલ વિકાસને લઇને વડોદરા આવેલ માતા હીરાબેને જણાવ્યું હતું કે, આ કૂતરાએ હુમલો કર્યો તે અગાઉ પણ તે જ કૂતરાએ પુત્ર વિકાસ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જાેકે તે વખત હું પહોંચી જતા પુત્ર વિકાસ બચી ગયો હતો. ચાર માસના પુત્ર વિકાસનું કૂતરાએ કરેલા હુમલામાં મોત નીપજતાં ભૂરીયા દંપતિ અવધેશ ભુરીયા અને હીરાબેન ભુરીયાના હૈયાફાટ કર્યુ હતુ