હાલોલ, યાત્રાધામો ખુલ્યા પછી પાવાગઢમાં રવિવારે દોઢ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. જેને પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામ સાથે અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જાેવા મળ્યા હતા.

આટલી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા તંત્ર પણ અવઢવમાં મૂકાઇ ગયું હતું.બીજી તરફ તળેટીથી માચી જવા જી્‌ બસની સુવિધા ન હોવાથી યાત્રાળુઓને બસ કરતા ૬ ઘણુ ભાડું આપીને ખાનગી જીપોમાં જીવના જાેખમે મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. જી્‌ બસમાં મુસાફર દીઠ માત્ર ૮ રૂપિયા ભાડું છે, જ્યારે ખાનગી જીપ ચાલકો ૫૦ રૂપિયા ભાડું વસૂલે છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા જ પાવાગઢમાં આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા તંત્ર માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાના ડર વગર હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જાેવા મળ્યા હતા. રવિવારને લઇને મોટી સંખ્યામાં ઉમટેલા યાત્રાળુઓમાં ૭ હજારથી વધુ લોકોએ રોપ-વે સેવાનો લાભ લીધો હતો. છેલ્લા ૬ મહિના બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢમાં ઉમટી પડ્યા હતા.

કોરોનાની બીજી લહેર બાદ યાત્રાધામો ખુલ્યા પછી પાવાગઢમાં રવિવારે દોઢ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. જેને પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામ સાથે અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જાેવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા તંત્ર પણ અવઢવમાં મૂકાઇ ગયું હતું.