રાજકોટમાં શખ્સે પાડોશીને મારવાની ધમકી આપી વાહનોમાં તોડફોડ કરી
14, નવેમ્બર 2021

રાજકોટ, રાજકોટના રામનાથપરામાં ગત રાત્રે બે પાડોશીઓ વચ્ચે બબાલ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત શખ્સે પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી વાહનોમાં તોડફોડ કરી હતી. જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભવાની નગર ખાતે બે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ચંદ્રેશ ઉર્ફે હકો કેસરાણીએ દારૂના નશામાં તેના પાડોશી વિજય ચૌહાણ સાથે મારામારી કરી હતી. જેમાં ચંદ્રેશે વિજયના માથા પર ઈંટના ઘા મારી તેને ઇજા પહોંચાડી હતી. આ સંગે મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સમયે પણ નશામાં ધૂત ચંદ્રેશે વિજય ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી આપીને આસપાસના વાહનોમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે ફરિયાદી વિજય ચૌહાણે નોંધાવી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ડિવિઝન પોલીસે આરોપી ચંદ્રેશ ઉર્ફે હકા વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ અને આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) અને ય્ઁ એક્ટ કલમ ૩૭(૧), અને ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution