રાજકોટ, રાજકોટનાં ત્રિકોણબાગ ચોકમાં જી્‌ બસ બંધ પડી ગઈ હતી. જી્‌ બસ બંધ પડતાં મુસાફરો સહિત લોકો દ્વારા ધક્કા લગાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવતા ‘સલામત સવારી’નાં  સ્લોગન સામે પણ સવાલો ઉઠ્‌યા છે.જાણવા મળતી વિગત અનુસાર, જી્‌ વિભાગની જામનગર-રાજકોટ-જામનગર રૂટની બસ બસપોર્ટ પરથી ૫૦૦ મીટર દૂર આવેલા ત્રિકોણબાગ ચોક નજીક અચાનક જ બંધ પડી ગઈ હતી. બસ બંધ થતાં રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન મુસાફરો સહિતનાં લોકોએ બસ ચાલુ કરવા માટે ધક્કા મારવાની ફરજ પડી હતી. આ ઘટનાને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મુસાફરોએ જી્‌ બસને ધક્કા માર્યા હોવાનું અને ડ્રાઇવર બસને ઉપાડવાનો પ્રયાસ કરતો હોવાનું સ્પષ્ટ જાેઈ શકાય. સમગ્ર મામલે મુસાફરોએ જણાવ્યું હતું કે, તેઓ જી્‌ બસપોર્ટ ખાતેથી જામનગર જવા બેઠા હતા. પરંતુ થોડીવારમાં જ ત્રિકોણબાગ પાસે પહોંચતા બસ બંધ પડી હતી. જેને લઈને ધક્કા મારી ચાલુ કરવા પ્રયાસો કરવા છતાં બસ ચાલુ થઈ નહોતી. હાલ બીજી બસ મંગાવવામાં આવી હોવાનું જણાવાયું છે. જાેકે બીજી બસ ક્યારે આવશે અને આવશે કે નહીં તેની કોઈ ખાતરી નહીં હોવાનો આક્રોશ પણ મુસાફરોએ ઠાલવ્યો હતો. સાથે જી્‌ વિભાગ દ્વારા સમયાંતરે ભાડામાં વધારો કરવામાં આવે છે પણ બસની ગુણવત્તા સુધારવામાં નહીં આવતી હોવાનો આરોપ પણ લાગ્યો હતો.