રાજકોટ, રાજકોટનાં ટ્રાફીકથી ધમધમતા રહેતા પેલેસ રોડ પર બે ગાયોએ શીંગડા ભરાવતા ત નાગરિકોને હડફેટે લઈ ઇજા પહોંચાડી હતી. ચૈત્રી નવરાત્રી નિમિત્તે આશાપુરાનાં મંદિરે સવારસાંજ સેંકડો ભાવીકોમાંના દર્શને આવી રહયા છે. આજે સવારે સાડા નવથી ૧૦ દરમ્યાન આશાપુરા મંદિરની નજીક જ બે ગાયો એક-બીજા સાથે લડી રહી હતી ત્યારે રાહદારીઓ અને મંદિરે આવતા દર્શનાર્થીઓમાં લડતી ગાયોથી બચવા માટે ભાગાદોડી મચી ગઇ હતી. જાેકે આ દરમ્યાન એક નાના બાળક સહીત ૩ લોકોને ગાયે શિંગડે ચડાવ્યા હતા. જેમાં નરેશ શાહ નામનાં એક નાગરીકને વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ખસેડાયા હતા. જયારે સોની બજારમાં કામ કરતા એક બંગાળી કારીગર અને એક નાના બાળકને મુંઢમાર જેવી ઇજા થતા પ્રાથમીક સારવાર લેવી પડી હતી. લડતી ઝઘડતી ગાયો એક ચપ્પલની દુકાનમાં ઘુસી જતા આસપાસની દુકાનોમાં પણ અફરાતફરી મચી હતી. અમુક સ્થાનીક દુકાનદારોએ મહામહેનતે ગાયોને લડતી ઝઘડતી છોડાવી રાહદારીઓને બચાવ્યા હતા. આવનાર દિવસોમાં રસ્તે રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બનવાની છે એવુ જાણતા શહેરીજનોમાં અત્યારથી ભયની લાગણી વ્યાપી ગઈ છે.