રાજપીપળા, રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ચૂંટણી અદાવતે બબાલ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.જેમાં રાજપીપળા પાલીલા પૂર્વ પ્રમુખ અને એમના પરિવાર વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે.રાજપીપળા પોલિસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આમલેથાના રાકેશભાઇ વસાવા ખેતરે પાણી વાળવા માટે જતા હતા. ત્યારે ગામનો જ કિશનભાઇ સુરમભાઇ વસાવા તેમને ગમે તેમ ગાળો બોલી તમે લોકોએ અમને મત આપેલ નથી, ભાજપ પાર્ટીને મત આપેલ છે જેથી અમેં હારી ગયા છે તેમ કહી લોખંડનો સળિયાથી હુમલો કર્યો હતો, સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ગુનો નોંધ્યો છે.તો બીજી બાજુ રાજપીપળા મોતીબાગમાં રહેતા વર્ષાબેન શિવાભાઈ વસાવા ઘરના આંગણે ઉભા હતા તે વખતે રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખની પત્ની ગીતાબેન મહેશભાઈ વસાવાએ કહ્યું કે તમે ટેકરા ફળીયામાં રહેતા ભરતભાઈને મત આપેલ છે, ટેકરા ફળીયામાં રહેવા જતા રહો એમ કહી ગમે તેમ ગાળો બોલી મુક્કો માર્યો હતો.