23, સપ્ટેમ્બર 2021
અમરેલી-
આજ સુધી આપણે બધાએ એ એક-બે કે પછી ત્રણ બાળક એક સાથે જન્મ લે તે સાંભળ્યું હશે.પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે.જી.હા વાત એકદમ સાચી છે.
અમરેલી જિલ્લાનાં રાજુલામાં એક આશ્ચર્ય પામે તેવી ઘટના બની છે.જેમાં એક 22 વર્ષીય માતાએ એક સાથે ચાર બાળકને જન્મ આપ્યો છે.આ જોઇને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થયા છે.હાલા આ ચારેય બાળક તંદુરસ્ત છે.જન્મ આપ્યા બાદ માતાની પણ તબિયત સ્થિર હોવાનું જણાઇ રહ્યું છે.
આ જન્મ લેનાર બાળકોમાં બે પુત્ર અને બે પુત્રી છે.ડોક્ટરનાં જણાવ્યા મુજબ આ મહિલાને કુદરતી રીતે જ ચાર બાળકો રહ્યા હતા અને મહિલાનું બીપી વત્તુ-ઓછુ થવાને કારણે સિઝિરીયન ડિલીવરી દ્વારા ચાર બાળકોનો જન્મ થયો છે.પરંતુ હાલ તમામની તબીયત સારી છે.