સુરત ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 88 કેસ નોંધાયા
31, જુલાઈ 2020

સુરત-

સુરત જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજરોજ નવા 88 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ચેપગ્રસ્તોનો કુલ આંક 2710 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 105 પર પહોંચ્યો છે.

સુરત ગ્રામ્યમાં આજરોજ નવા 88 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં આજરોજ સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં 19 કેસ પોઝિટિવ નોંધાયા છે ત્યારબાદ બારડોલીમાં 17, કામરેજમાં 14, ઓલપાડમાં 14, પલસાણામાં 10, માંગરોળમાં 9, માંડવીમાં 3, અને ઉમરપાડામાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે મહુવામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં કોરોનાએ આજરોજ ફરી હાફ સેન્ચુરી ફટકારતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચેપગ્રસ્તોનો કુલ આંક 2710 પર પહોંચ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution