સુરત જિલ્લામાં કોરોનાથી વધુ પાંચના મોતઃનવા ૯૮ કેસ નોંધાયા
27, જુલાઈ 2020

સુરત,તા.૨૬ 

મહામારી કોરોના જિલ્લામાં હવે લોકલ ટ્રાન્સમિશન ના તબક્કામાં પહોંચી ને દિવસે ને દિવસે ભયજનક પરિસ્થિતિ વચ્ચે આગળ વધી રહ્ના છે રવિવારે વધુ પાંચના મોત અને નવા ૯૮ કેસ નોંધાયા હતા. કુલ કેસ ૨૩૩૮ થયા હતા.કુલ મોત ૨૮ થયા હતા.

ગતરોજ માંડવીના તડકેશ્વર ના ૫૨ વર્ષીય પુરુષ કોરોના સામે જિંદગી હારી ગયા હતા. કામરેજ અને બારડોલી તેમજ પલસાણા તાલુકામાં વધતા જતા સંક્રમણને લઇને આરોગ્ય વિભાગે આ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સર્વે માટે ડેરા તંબુ નાખ્યા છે સુરત જિલ્લામાં કોરોના એ ગંભીરરૂપ ધારણ કયું છે. છેલ્લા કેટલાય દિવસથી ઍક પણ દિવસ એવો બાકી રહ્યો નથી કે કોઇની અર્થી ઉઠી ન હોય, ગતરોજ પણ જિલ્લામાં માંડવીના તડકેશ્વર માં રહેતા ૫૨ વર્ષીય પુરુષ. નું મોત નિપજ્યું હતુ. દર્દી એ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો આમ જિલ્લામાં કુલ મોતની સંખ્યા ૮૩ ઉપર પહોંચી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અજગર ભરડો લેતો જાય છે શનિવારે બારડોલી તાલુકામાં સવોધિક ૧૮ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે પલસાણામાં પણ એટલાજ ૧૮.કેસ ઓલપાડ ૧૨ કામરેજ ૨૩ ચોર્યાસી તાલુકામાં ૧૦ કેસો સામે આવ્યા હતા. આ ઉપરાંત મહુવામાં ૨. માંડવી તાલુકામાં ૬. ને માંગરોળ તાલુકામાં ૫. ઉમરપાડા તાલુકામાં એક કેસ સાથે જિલ્લામાં ગઈકાલે ૯૫ સામે આવ્યા હતા ત્યારે આજે વધુ ૯૮કેસ સામે આવ્યા છે. દરમિયાન ગતરોજ ૩૪ દર્દીઓ સ્વસ્થ્‌ થતાં રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં કુલ ૧૩૬૯ દર્દીઓ સ્વસ્થ થયા છેકોરોનાને કારણે લોકો ભયમાં છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution