સુરતમાં કોરોના સુપર સ્પ્રેડરોની સંખ્યા વધી, પેટ્રોલ પંપ કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા
21, સપ્ટેમ્બર 2020

સુરત-

પાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સામાન્ય ધંધાર્થીઓના ટેસ્ટિંગ અભિયાન ચાલી રહ્યાં છે. કેશિયર-એકાઉન્ટન્ટો, કુરિયર-ફુડ ડિલિવરી સંસ્થા, ઓટોગેરેજ, રિક્ષા ચાલકો, પાનના ગલ્લા ચા-વાળા સહિતના પ્રોફેશનલોને આવરી લેવાયા છે. અત્યાર સુધીમાં ૬૨ સુપર સ્પ્રેડરો પોઝિટિવ આવ્યા છે. જેમને આઇસોલેશન હેઠળ ખસેડાયા છે. જ્યારે આજે પેટ્રોલ પંપ કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. ગત રોજ મેડિકલ સ્ટોર અને મેડિકલ રિપ્રેઝન્ટેટીવના ટેસ્ટિગમાં કુલ ૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યાં તેમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

જેથી સુપર સ્પ્રેડરોની સંખ્યા ૬૨ થઈ છે. આજે પેટ્રોલ પંપ કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યારે તમામ ચેકપોસ્ટ પર ૯૭૮ મુસાફરોના ટેસ્ટ કરાતાં ૩૭ પોઝિટિવ આવ્યા છે. પરત આવતા શ્રમિકોમાં પોઝિટિવ આવતાં હોય પાલિકાની ચિંતા વધી ગઈ છે. પરપ્રાંતિયો હાલની પરિસ્થિતિમાં તમામ ક્ષેત્રે છૂટછાટ મળતા રોજગાર અર્થે પરત ફરતા હોય અને તેઓ કોરોના વાયરસના શંકાસ્પદ વાહકો હોઈ શકે છે.

તેથી શહેરના વિવિધ વિસ્તારના ચેકપોસ્ટ પરથી શહેરમાં પ્રવેશતા ૯૭૮ મુસાફરોનું રેપિડ ટેસ્ટ કરાતાં ૩૭ પોઝિટિવ આવ્યા છે. તેથી તમામ સોસાયટી ના પ્રમુખો ને સોસાયટી માં બહારગામથી આવતાં લોકોની જાણ પાલિકાને બિનચૂક કરવી જેથી શહેરમાં સંક્રમણને ફેલાતો અટકાવવા શકાય. તેવી અપીલ કરાઇ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution