સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાથી એક જ દિવસમાં 3 મોત સાથે વધુ 19 કેસ નોંધાયા
13, ઓક્ટોબર 2020

સુરેન્દ્રનગર-

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જાણે કોરોના વાયરસે અજગરી ભરડો લીધો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જિલ્લામાં દરરોજ બીનસતાવાર રીતે અંદાજે 50થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે પરંતુ સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યં છે જે ચીંતાનો વિષય બન્યો છે. 

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધુ 19 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જે તમામ દર્દીઓને ઘેર હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડકીલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-2189 ઉપર પહોંચ્યો હતો. જ્યારે એક જ દિવસમાં ત્રણ વ્યક્તિના કોરોનાથી મોત નીપજ્યાં હતાં જેમાં મુળ જુનાગઢ ખાતે રહેતાં અને 80 ફુટ રોડ પર સગાને ત્યાં આવે 70 વર્ષના પુરૂષ, રતનપર ખાતે રહેતી 60 વર્ષની મહીલા અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતાં 84 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે..જેમની અંતીમ વિધિ કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરના મુખ્ય સ્મશાન ખાતે કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution