ભરૂચ, કોરોના મહામારીને ૧ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે, ભારતનું બીજા નબરનું સૌથી પ્રાચીન શહેર અને અને ઔદ્યોગિક નગરીના ૧૬.૯૫ લાખ લોકો વચ્ચે ૧ વર્ષની મહામારી બાદ માત્ર ૨ જ વેન્ટિલેટર વધ્યા છે. ગત માર્ચ મહિનામાં ભરૂચ જિલ્લામાં નોવેલ કોરોનાના ડાકલા વચ્ચે તંત્ર, જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓને પૂછતાં હકીકત બહાર આવી હતી કે,ભરૂચ જિલ્લાની આશરે ૧૬.૯૫ લાખની વસતી સામે ૯૫ જ વેન્ટીલેટર ઉપલબ્ધ હોવાની બાબત ગંભીર ગણાવી શકાય છે. કોરોના ફેફસા ઉપર હુમલો કરતો હોવાથી દર્દીને જીવંત રાખવા વેન્ટીલેટર દ્રારા ફેફસામાં હવા પહોંચાડવાનો પ્રયાસ કરાઈ છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધે તો સ્થિતી વધુ કપરી બની શકે છે.ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના ૧ વર્ષ બાદ ફરી વકરેલી સ્થિતિને ધ્યાને રાખી ભરૂચ શહેરમાં ૩૦ એપ્રિલ સુધી રાતે ૮થી સવારે ૬ કલાક સુધી કરફ્યુ લદાયો છે. લોકોને ઘરમાં જ રહેવા જાહેરનામા થકી સ્પષ્ટ અમલવારી શરૂ કરી દેવાઈ છે. આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓ સિવાય તમામ વેપાર ધંધા કરફ્યુમાં બંધ કરી દેવાયા છે.કોરોના વાઈસર ફેફસા ઉપર અસર કરતો હોવાથી દર્દીને જીવંત રાખવા લાઈફ સર્પોટિંગ સિસ્ટમ ( વેન્ટીલેટર ) અત્યંત આવશ્યક ભાગ ભજવે છે. આવા સમયે ભરૂચ જિલ્લાની ૧૬.૯૫ લાખ વસતી સામે ઉપલબ્ધ વેન્ટીલેટરની સંખ્યા માત્ર ૯૭ જ છે. એટલે કે ૧૭૪૭૪ લોકો વચ્ચે જિલ્લામાં ૧ વેન્ટીલેટર છે. વળી, તેમાં પણ ૯૫ વેન્ટીલેટર એડલ્ટ માટે જયારે માત્ર ૨ જ વેન્ટીલેટર પિડીયાટ્રીક બાળકો માટે છે.વેન્ટિલેટરની સ્થિતિમાં ૬ સિવિલ હોસ્પિટલમાં, ૨ ય્દ્ગહ્લઝ્રમાં ૪ ઈજીૈંઝ્ર, અંકલેશ્વરમાં, ૮૫ ખાનગી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલને વેન્ટિલેટર સ્ટેડ બાય રાખવા સૂચન કોરોના વાઈરસની સ્થિતીને લઈ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં રહેલા ૮૫ વેન્ટીલેટર સ્ટેન્ડ બાય રાખવા સૂચના અપાઈ છે. ગત વર્ષે જિલ્લામાં તંત્ર દ્વારા ૮૦૦ બેડ કોરોના માટે કાર્યરત કરાયા હતા.