કેરળ-

કેરળમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે સમયે રાજયના મુખ્યમંત્રીએ 450 મેટ્રીક ટન ઓકસીજનની જરૂરિયાત તેના રાજયને તા.15 મે સુધી રહેશે તેવું જણાવતા અન્ય રાજયોને ઓકસીજન આપવાનો ઈન્કાર કર્યો છે. એક સર્વેમાં જણાવ્યા મુજબ કેરળમાં કોરોનાનું પીક બાકી છે અને 15 મે સુધીમાં છ લાખ કેસ થઈ શકે છે. મુખ્યમંત્રી પી.વિજયને વડાપ્રધાનને એક પત્ર લખીને ઓકસીજનની આવશ્યકતા રહેશે અને સરકાર અને રાજય હાલ 219 મેટ્રીક ટન ઓકસીજન મેળવી રહ્યું છે અને 450 મેટ્રીક ટનનો બફરસ્ટોક કરવા માંગે છે તેવું જણાવીને અન્ય રાજયોને ઓકસીજન આપવાનો ઈન્કાર કર્યો છે.