આણંદ : આણંદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. નગરપાલિકામાં ૬૧.૮૨ ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં ૬૮.૪૫ ટકા અને તાલુકામાં ૬૮.૫૦ ટકા મતદાન નોંધાયું હતું. આજે તેર વોર્ડની ૪૯ બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં

નવાઈની વાત તો એ છે કે, ભાજપના રોલર કોસ્ટરમાં કોંગ્રેસે વધુ નુક્સાન વેઠવું પડ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ખુદ હારી ગયાં છે. આણંદ પાલિકાની તેર વોર્ડની બાવન પૈકી ત્રણ બેઠક અગાઉ જ બિનહરીફ જાહેર થઈ હતી, જેથી ૪૯ બેઠક માટે ગત રવિવારે મતદાન થયું હતું. આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતના પાંચ વોર્ડ પૈકી ચાર વોર્ડમાં કોંગ્રેસનો વિજય થતાં પરિણામ કટ ટુ કટ આવવાની શક્યતા જાેવામાં આવી રહી હતી. જાેકે, છઠ્ઠા વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસે બે-બે બેઠક પર કબજાે કર્યાં બાદ ૭થી ૧૩ નંબરના વોર્ડમાં પૂર્ણતઃ કમળ ખીલ્યું હતું. તમામે તમામ ભાજપની પેનલનો વિજય થતાં કોંગ્રેસના પક્ષમાં શરૂ થયેલી લહેર ભાજપ તરફ ફંટાઈ ગઈ હતી.

આણંદ નગરપાલિકાના ઈતિહાસમાં ભાજપે ૩૬ બેઠક પર જીત હાંસલ કરીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી. કોંગ્રેસે માત્ર ૧૪ બેઠક પર સંતોષ માનવો પડ્યો હતો. વળી, અપક્ષના ફાળે માત્ર ૨ બેઠક ગઈ હતી. જાેકે, પંથકની પંચાયત તથા તાલુકા પંચાયત અને અન્ય પાંચ પાલિકાના જંગમાં બંને પક્ષની નજર મલાઇદાર આણંદ પાલિક પર હતી.

પાલિકાના જંગમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયારની હાર થતાં કોંગ્રેસને આંચકો લાગવા પામ્યો હતો. પરિણામ જાહેર થવા સાથે ભાજપ પૂર્ણ વિજય તરફ જતાં મતદારોમાં ભાજપના પાલિકા પૂર્વ પ્રમુખ ‘કાંતિ’ કોંગ્રેસના આણંદના ધારાસભ્ય ‘કાંતિ’ પર ભારે પડ્યાંની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ભાજપના પૂર્વ પ્રમુખ કાંતિ ચાવડાએ શહેરમાં વિકાસને વેગ આપવા ઉપરાંત લઘુમતી વિસ્તારમાં પણ સુવિધાઓ ઉભી કરી હોવાથી મતદારોમાં ભાજપ તરફી વિશ્વાસ વધ્યો હતો. તેનું સફળ પરિણામ આજે સામે આવ્યું હતું. બીજી તરફ ત્રણ વર્ષથી આણંદના કોંગ્રેસના ધારાસભ્ય ગામતળ વિસ્તારમાં સંગઠન ઊભું કરવામાં નિષ્ફળ ગયાં હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ટિકિટની વહેંચણીમાં પણ વ્હાંલાદવલાની નીતિ તેમજ લઘુમતી વિસ્તાર વોર્ડમાં પણ હંુ, બાવો, મંગળદાસના ઇશારે ખેલ રચાતાં કેટલાંક વોર્ડમાં જ્યાં ભાજપ અગાઉ ખાતંુ પણ ખોલાવી શકતો ન હતો, તે વિસ્તારમાં ભાજપે એક કરતાં વધુ બેઠક મેળવતાં ધારાસભ્ય તરફની નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જાેકે, પાલિકામાં ભાજપે પૂર્ણતઃ વિજય મેળવતાં મતદારોએ ભાજપની નો રિપીટ થીયરીને અપનાવી હોવાનું સાબિત થયું છે.