દિલ્હી-

દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી નીચે જતો જાેવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેર કદાચ નબળી પડી હશે પરંતુ જાેખમ હજી પણ બાકી છે. આરોગ્ય મંત્રાલયના મતે, જાે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવામાં નહીં આવે તો આ આંકડા ફરી વધી શકે છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો, દેશમાં કોરોના સંક્રમણના ૯૧ હજાર ૭૦૨ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૩૪૦૩ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૨ કરોડ ૯૨ લાખ ૭૪ હજાર ૮૨૩ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૧ લાખ ૨૧ હજાર ૬૭૧ સક્રિય કેસ નોંધાયા છે, જ્યારે ૨ કરોડ ૭૭ લાખ ૯૦ હજાર ૭૩ લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે.

દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩ લાખ ૬૩ હજાર ૭૯ લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રના કોરોનાથી મોટી રાહત જણાઈ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૧૨,૨૦૭ નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે ૩૯૩ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને ૫૮,૭૬,૦૮૭ થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક ૧,૦૩,૭૪૮ પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગે કહ્યું કે, નોંધાયેલા કેસો છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસો કરતા થોડા વધારે છે. છેલ્લા કેટલાક દિવસોથી, દૈનિક ચેપના કેસો ૧૦,૦૦૦ ની આસપાસ આવી ગયા હતા. આ વર્ષે ૯ માર્ચે રાજ્યમાં ૯૯૨૭ કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણના દૈનિક આંકડાઓમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં આંકડાઓની વાત કરીએ તો રાજયમાં નવા ૫૪૪ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે ૧૧ વ્યક્તિઓ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યાં હતાં.ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે ગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ ૨,૬૮,૪૮૫ વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ ૧૫૦૫ દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર ૯૭.૨૩ ટકા છે.