રાજકોટમાં લવ જેહાદની ઘટના આવી પ્રકાશમાં ૩ વર્ષ દુષ્કર્મ કર્યાની નોંધાઈ ફરિયાદ 
31, જુલાઈ 2020

રાજકોટ-

રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના નામે હિન્દુ યુવતીને ફસાવીને મુસ્લિમ શખ્શે ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઇ છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ત્રણ વર્ષ પહેલા મુસ્લિમ વ્યક્તિએ યુવતીને ફોન કરીને કહ્યું કે, તમને સારી નોકરી અપાવીશ, રૂબરૂ મળવું પડશે. ત્યાર બાદ યુવતીએ તેના પર વિશ્વાસ મુકયો હતો. મુસ્લિમ શખ્શે યુવતીને લાલચ આપીને ત્રણ વર્ષ સુધી અલગ અલગ હોટલમાં લઇ જઇને તેનું શારીરિક શોષણ કર્યું હતું.

આટલું જ નહી યુવતીને આર્થિક રીતે પણ પાયમાલ કરી નાખી હતી. યુવતી પાસેથી ૧૯ લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ બહાનાઓ હેઠળ પડાવી લીધી હતી. યુવતી હોટલમાં ગયા બાદ તેના બિભત્સ ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ ફોટા વાયરલ કરવાની અને પરિવારજનોને મારી નાખવાની સતત ધમકીઓ આપી હતી. આખરે તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution