ગાંધીનગર, ગાંધીનગર નજીક આવેલા માણસા તાલુકાના ઇટાદરા ગામમાં યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે ૩ વાહનોમા તોડફોડ અને આંગચપી કરવામાં આવી હતી. જાેકે બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પરિસ્થિતિ વધુ બેકાબૂ બને તે અગાઉ જિલ્લા પોલીસનો કાફલો ઇટાદરા ગામે ખડકી દેવામાં આવ્યો છે. ખંભાત અને હિંમતનગર બાદ માણસાના ઈટાદરા ગામે બે જૂથ વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો છે. જાેકે યુવતીની છેડતી બાબતે બે જૂથ સામસામે આવી જતા માહોલ તંગદિલીભર્યો બની ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, યુવતીની છેડતી બાબતે બન્ને જૂથ સામસામે આવી ગયા અને કેટલાક તોફાની તત્વો દ્વારા વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ઈટાદરા ગામમાં રાત્રિ દરમિયાન જાતરનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યાં પણ તોફાની તત્વોએ પહોંચી જઇ હંગામો કરી ન્ઈડ્ઢ સ્ક્રીનમાં તોડફોડ કરતા વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. જૂથ અથડામણના બનાવ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી જઇ પરિસ્થિતિ થાળે પાડી તોફાની તત્વોને જેર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે એસપી સહિત ડીવાયએસી કક્ષાના અધિકારીએ ગામમાં ફૂટ પેટ્રોલિંગ કરી છ જેટલા તોફાની તત્વોને પકડી પૂછપરછ કરી હતી.