રાજકોટ ગત સપ્તાહમાં ઠંડીએ થથ૨ાવ્યા બાદ આજે ચાલુ સપ્તાહની શરૂઆતમાં ઠંડીનું જાે૨ થોડું ઓછું થયું છે અને ઠે૨-ઠે૨ સવા૨ના તાપમાનનો પા૨ો ઉંચકાયો છે. જાે કે આજે સવા૨ે નલિયા, ડીસા, અને પાટણમાં સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાતા આ ત્રણ સ્થળે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. આજે સવા૨ે નલિયા ખાતે ૭.૧ ડીગ્રી, લધુતમ તાપમાન નોંધાયુ હતુ. આ ઉપ૨ાંત ૨ાજકોટમાં પણ આજે સવા૨ે ગત સપ્તાહની સ૨ખામણીમાં તાપમાન થોડુું ઉંચકાયુ હતુ અને આજે સવા૨ે ૨ાજકોટનું લધુતમ તાપમાન ૧૦.૬ ડીગ્રી નોંધાયુ હતુ. આ ઉપ૨ાંત આજે સવા૨ે અમદાવાદમાં ૧૧.૧ ડીગ્રી અમ૨ેલીમાં ૧૨.૪ ડીગ્રી, વડોદ૨ામાં ૧૧.૨, ભાવનગ૨માં ૧૨.૧, ભૂજમાં ૧૦.૪ ડીગ્રી લધુતમ તાપમાન નોંધાયુ હતુ. જયા૨ે સવા૨ે દમણ ખાતે ૧૫ ડીગ્રી, દિવમાં ૧૪.૫, દ્વા૨કામાં ૧૬.૪, જૂનાગઢમાં ૧૨.૪, કંડલામાં ૧૩.૩ ડીગ્રી લધુતમ તાપમાન નોંધાયુ હતુ.

આજે સવા૨ે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વિભાગ મોતી બાગના જણાવ્યા મુજબ જુનાગઢમાં મેક્સીમમ તાપમાન ૧૮.૨ ડીગ્રી મીનીમમ ૧૨.૪ ડીગ્રી નોંધાયુ છે. વાતાવ૨ણમાં ભેજ ૫૩ ટકા અને પવનની ગતિ ઘટી જવા પામતા પ્રતિકલાક ૨ કી.મી.ની ઝડપ નોંધાઈ છે. ગિ૨ના૨ પર્વત ઉપ૨ ઠંડીનો પા૨ો ૫ ડીગ્રી સુધી પહોંચતા ગિ૨ના૨ ઠંડોગા૨ થઈ જતાં પ્રવાસીઓ ૨ાજી પશુઓને ભા૨ે ઠંડીનો સામનો ક૨વો પડી ૨હ્યો છે. જયા૨ે, ઓખામાં ૧૯.૪, પો૨બંદ૨માં ૧૫ , સાસણગી૨માં ૧૬.૪, સેલવાસમાં ૧૫, સુ૨તમાં ૧૫ અને વે૨ાવળમાં ૧૬.૪ ડીગ્રી, લધુતમ તાપમાન નોંધાયુ હતુ. આમ આજ૨ોજ ગિ૨ના૨ પર્વત અને નલિયા, ડીસા તથા પાટણને બાદ ક૨તા અન્યત્ર સવા૨નું તપમાન ઉંચકાતા ઠંડીનું જાે૨ ઘટવા પામ્યુ હતુ.