અરવલ્લી : રાજસ્થાન સરહદે અડીને આવેલા અરવલ્લી જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા મેઘરજ તાલુકાના તળાવો નદીઓ અને ચેકડેમોમાં તળિયાં દેખાતાં ભરશિયાળે પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી ભીતી સેવાઇ રહી છે.ચાલુ સાલે વરસાદ ઓછો પડતાં મેઘરજ તાલુકામાં વાત્રક નદીમાં પાણી વહેતુ બંધ થતાં નદી કિનારાના ગામોના ખેડુતો સિંચાઇને લઇને મુજવણમાં મુકાયા છે. વાત્રક નદીમાં પાણી વહેતુ બંધથતાં ગામડાઓમાં કુવા અને બોરનાં તળીયાં નીચે જતાં ઉનાળામાં કુવા અને બોરમાં પાણી સુકાઇજવાની સંભાવના સેવાઇ રહી છે.તાલુકામાં ગામોગામ નાના-મોટા તળાવો આવેલા છે. જેમાં મોટાભાગના તળાવોના તળિયા દેખાતાં ભર શિયાળે પાણીની સમસ્યા સર્જાય તેવા એધાણ દેખાઇ રહ્યા છે.