માંડવી, ગુજરાત સરકારનાં આદેશ મુજબ માંડવી નગરની શાળાઓનાં ધોરણઃ ૬ થી ૮ નાં વર્ગો સરકારની ગાઈડ લાઇન મુજબ શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેના સંદર્ભે માંડવી હઈસ્કૂલનાં ધોરણઃ ૬ થી ૮ નાં તમામ વિદ્યાર્થીઓને સેનેટાઇઝ કરી ગન વડે બોડી ટેમ્પ્રેચર ચેક કરી તેની શારીરિક સ્થિતિ યોગ્ય હોય તો પ્રવેશ આપવામાં આવ્યો હતો. તદુપરાંત શાળામાં આવવા માટે વાલીની સંપત્તિ આપતા પત્રક પર જેતે વાલીની સહી લેવામાં આવી હતી. શાળાનાં આચાર્ય દત્તેશભાઈ ભટ્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સૂચના અપાય હતી. તેમજ રિશેષ દરમ્યાન કોઈ પણ વિદ્યાર્થીએ બીજાના ડબ્બા માંથી ટિફિન ન ખાવાની તેમજ પોતાની પીવાનાં પાણીની બોટલો પણ અલગથી લાવવાનું જણાવ્યું હતું.