ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામના તળાવના કિનારે આવેલા અતિ પૌરાણીક ધોળેશ્વર મહાદેવના મંદિરની બરોબર પાસે જ વડનુ વૃક્ષ વધુ પડતુ ઘનઘોર હોવાના લીધે કાપવાની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ વૃક્ષની ડાળી કાપતા જ તેમાથી ધીરે-ધીરે પાણી નિકળવા લાગ્યુ હતુ અને થોડા સમયમા તો વડની કાપેલી ડાળીમાથી રીતસર પાણીની ધરાવડી થઇ હતી જેની જાણ ધોળી ગામના લોકોને થતા જ મોટાભાગના રહિશો આ નજારો જાેવા પૌરાણીક મહાદેવના મંદિર ઉમટી પડ્યા હતા કેટલાક રહિશો દ્વારા તો જુદી-જુદી માન્યતાઓ ઉપજાવી પીપળના વૃક્ષની ડાળી કાપવામાં મહાદેવ પણ રાજી નહિ હોવાનુ કહ્યુ હતુ ત્યારે આ બાબતે સ્થાનિક પુવઁ ઉપ સરપંચ રમણીકભાઇ પટેલ દ્વારા જણાવ્યુ હતુ કે ધોળી ગામના તળાવ કિનારે આવેલા આ ધોળેશ્વર મહાદેવનુ મંદિર આશરે ૩૦૦ વષઁ જુનુ હોવાની માન્યતા છે અને આ વડનુ ઝાડ પણ કેટલાક વષોઁથી તેઓ જાેતા આવે છે હાલ મંદિરના સમારકામ થઇ રહ્યુ છે પરંતુ આ પીપળનુ વૃક્ષ ઘનઘોર હોવાના લીધે મંદિર પર નમતુ હતુ જેથી આગામી સમયમા મંદિરને કોઇ નુકશાન થાય નહિ તે માટે વૃક્ષનો કેટલોક નમતો અને જાેખમી ભાગ કાપવાની કાયઁવાહી શરુ કરાઇ હતી પરંતુ આ કામગીરી શરુ થતાની સાથે જ આ પ્રકારનો કિસ્સો સામે આવતા હાલ વૃક્ષ કાપવાની કામગીરી બંધ રાખી છે જ્યારે વૃક્ષમાથી પાણી ટકવાની વાતને લઇને અનેક લોકો મોટી સંખ્યામા અહિ દશઁને પણ આવી રહ્યા છે.