સુરત-

કોરોના સંક્રમણના કેસમાં મોટો ઘટાડો થઈ ગયો છે. પરંતુ દેશમાં હજુ ત્રીજી લહેર આવવાની પણ આશંકા છે. આ વચ્ચે રાજ્યમાં જાેરશોરથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી ૪.૩૧ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દરેક શહેરમાં રસીકરણ અભિયાનને પણ ગતિ મળી છે. તો સુરત શહેરમાં પણ પ્રથમ ડોઝનું ૮૦ ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. સુરત શહેરમાં અત્યાર સુધી ચાલેલા રસીકરણ અભિયાનની વાત કરવામાં આવે તો શહેરમાં પ્રથમ ડોઝનું ૮૦ ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. તો અત્યાર સુધી ૮,૫૨,૫૬૮ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે.

સુરત શહેરમાં રસીના બંને ડોઝ લીધા હોય તેવા લોકોની સંખ્યા ૨૫ ટકા છે. સુરતમાં દીવાળી પહેલાં મહાનગર પાલિકા દ્વારા ૩૩ લાખ લોકોને વેક્સિન આપવાની કવાયત હાથ ધરાશે. પાલિકા ટાર્ગેટ પૂરો કરવા માટે 'નોક ધ ડોર' કેમ્પેન પણ શરૂ કરશે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેને ઘરે જઈને રસી લેવા માટે સમજાવવામાં આવશે. ગુજરાતમાં રસીકરણની વાત કરવામાં આવે તો ૨૩ ઓગસ્ટે સરકારે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં વેક્સિન ઝૂંબેશ વેગવંતી બની છે. રાજ્યમાં અત્યાર સુધી ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૩ દિવસમાં જ રસીના ૧ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ૨૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૨૫ લાખ ૮૪ હજાર ૧૯૮ પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૦૫ લાખ ૮૪ હજાર ૨૯૯ બીજાે ડોઝ મળી સમગ્રતયા ૪,૩૧,૬૮,૪૯૭ ડોઝ વેકસીનેશનના આપવામાં આવ્યા છે. ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. એટલુ જ નહીં, સોમવાર તારીખ ૨૩ ઓગસ્ટના એક જ દિવસમાં રાજ્યમાં ૫ લાખ ૧ હજાર ૮૪૫ રસીના ડોઝ આપવાની સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે.