27, જુલાઈ 2021
સુરત-
સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઉચક્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ સહિત વાયરલ ફીવરના કેસોમાં વધારો જાેવા મળ્યો છે. જાે કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આ કેસોની સંખ્યા ખૂબ ઓછી હોવાનું પાલિકા માની રહી છે. ભયભીત તંત્રએ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે પ્રયાસો શરૂ કર્યાં છે.
ખાસ ૧ હજાર ૫૦૦ જેટલાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની મદદથી મચ્છરોના બ્રિડિંગ શોધી નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગત વર્ષે મેલેરિયાના ૭૫૦ જેટલા કેસો નોંધાયા હતાં. જ્યાં ચાલુ વર્ષે માત્ર ૧૮૫ કેસ નોંધાયા છે. ગત વર્ષે ડેન્ગ્યુના ૫૭૦ કેસો નોંધાયા હતાં. જે ચાલુ વર્ષે ૩૫૦ જેટલાં સામે આવ્યાં છે. ગત વર્ષે કમળાના ૭૭ કેસો સામે આવ્યાં હતાં. જેની સામે હાલમાં ૪૦ કેસો સામે આવ્યાં છે. પાણીજન્ય રોગોને શોધી કાઢવા માટે જે-તે વિસ્તારમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યાં હતાં. પાણીમાં બેક્ટેરિકલ અને કેમિકલની તપાસ કરવામાં આવી રહી છે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરો, સરકારી હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકમાં નોંધાતા ફીવરના કેસોને પણ નોટિફાય કરવામાં આવી રહ્યાં છે. જે વિસ્તારમાં ફિવરના કેસો નોંધાઈ રહ્યાં છે ત્યાં તાત્કાલિક પાલિકાની ટિમ મોકલવામાં આવી રહી છે.