વોશિંગ્ટન-

ન્યુયોર્કમાં આ ગરમીથી સ્કૂલના સ્તરે કેજીથી ૧૨મા સુધીના વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ કરાશે. જેથી એવાં બાળકોની ઓળખ કરી શકાય જે તણાવમાં છે કે પછી જેમને ધક્કો વાગ્યો છે. ઉપરાંત દરેક સ્કૂલમાં સંપૂર્ણ સમયે હાજર રહેનારા સામાજિક કાર્યકર કે મેન્ટલ હેલ્થ ક્લિનિકની વ્યવસ્થા કરાશે. વિદ્યાર્થીઓને તણાવથી બહાર લાવવા માટે ઉટાહમાં સ્કૂલોએ વેલનેસ રૂમ બનાવ્યા છે. તેમાં ૧૦ મિનિટનું ટાઈમર લાગેલું છે. અહીં મૂકી રાખેલાં ઉપકરણોની મદદથી વિદ્યાર્થીઓ તેમની ભાવનાઓને નિયંત્રિત કરી શકે છે.

વિદ્યાર્થીઓમાં તેનો ફાયદો જાેવા મળી રહ્યો છે. કોલોરાડોની ૧૯ વર્ષીય વિદ્યાર્થિની મેલોની કહે છે કે મારા મિત્રએ આપઘાત કરી લીધો હતો. મને ખબર નહોતી કે દુઃખ કેવી રીતે વ્યક્ત કરું એટલા માટે મેં મિત્રો સાથે મળી ઓએસિસ રૂમ બનાવ્યો. આ સ્ટુડન્ટ્‌સ લોન્જ જેવું છે જ્યાં એડવાઈઝર અને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ મદદ કરે છે. હવે રાજ્યની અનેક સ્કૂલો આ વિચારને અપનાવી રહી છે. ગત દોઢ વર્ષથી જારી મહામારીના દોરમાં અમુક એવી ક્ષણ પણ આવી જ્યારે લાગ્યું કે આખી દુનિયાનું ભારણ જાણે મારા પર આવી ગયું છે. એવું લાગતું હતું કે આપણે પ્રેશર કૂકરમાં છીએ જે દરેક તરફથી બંધ છે, બચવાની કોઈ જગ્યા જ નથી. છેવટે એક સમય આવે છે જ્યારે કાં તો તમે ફાટો છો કાં આ સ્થિતિથી કંટાળી જાઓ છો. આ વ્યથા છે.

અમેરિકી રાજ્ય મેરિલેન્ડના મોન્ટોગોમેરીમાં ૧૮ વર્ષના હાઈસ્કૂલના વિદ્યાર્થી બેન બાલમેનની. બેન એકલો નથી. અમેરિકાના હજારો વિદ્યાર્થીઓ અને કિશોરો એવી જ માનસિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે. બગડતા માનસિક સ્વાસ્થ્યથી કિશોરોના આપઘાતના કેસ પણ વધી રહ્યા છે. તેનો સામનો કરવા માટે અમુક રાજ્ય વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ ડે ઓફ આપી રહ્યા છે એટલે કે જ્યારે પણ તે માનસિક રૂપે હેરાની અનુભવે તો અઠવાડિયામાં એક દિવસ વધારાની રજા લઈ શકે છે. બે વર્ષમાં એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ઈલિનોય, નેવાદા, ઓરેગોન અને વર્જિનિયા જેવાં રાજ્યો બાળકોને માનસિક કારણોથી સ્કૂલેથી ગેરહાજર રહેવાની મંજૂરી આપતું બિલ પસાર કરી ચૂક્યાં છે. ઉટાહમાં રિપબ્લિકન સાંસદ માઈક વિન્ડર આ બિલ લાવ્યા હતા. તેમને આ સલાહ સદર્ન ઉટાહ યુનિવર્સિટીમાં ભણતી તેમની દીકરીએ આપી હતી. એલીમેન્ટ્રી સ્કૂલ પ્રિન્સિપાલ શૌના વર્દિંગ્ટન કહે છે કે વિદ્યાર્થીઓ જ્યારે દબાણ અનુભવે છે તો તેમને એવી જગ્યાની જરૂર હોય છે જ્યાં તે પોતાની ભાવનાઓને નિયંત્રિત કરી શકે. વેલનેસ રૂમ એવા જ ઉદ્દેશ્યથી બનાવાયા છે. માની લો કે કોઈ બાળક મેથેમેટિક્સથી ગભરાતું હોય તો તે તેનાથી થોડા સમય માટે દૂર થઈ જાય છે. એકવાર તે તણાવથી બહાર આવી જાય તો પછી અભ્યાસમાં લાગી જાય છે. એવા કેસમાં એવું પણ સામે આવ્યું છે કે બાળકોનું પ્રદર્શન પહેલાં કરતાં સુધરી ગયું છે.