વલસાડ,  ઉમરગામ માં આવેલ દહાડ વિસ્તાર માં પોતા ના બાંગ્લા માં એકલા જ રહેતા કુરિયર કંપની ના આધેડ માલીક ને ટાર્ગેટ કરી રાત ના સમયે બે થી ત્રણ હથિયારધારી લૂંટારુઓ એ લૂંટ ચલાવી હતી લૂંટ ની ઘટના વાયુવેગે જિલ્લાભર માં પ્રસરી જતા આસપાસ ના લોકો સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી લૂંટારુઓ ને ઝડપી પાડવા પોલીસે જિલ્લા ભર માં ઠેર ઠેર નકાબંદી કરી ગુનેગારો ને ઝડપવા પ્રયાસ કર્યો હતો.

મળેલી વિગતો પ્રમાણે વલસાડના ઉમરગામમાં આવેલા દહાડ વિસ્તારમાં આધેડ વયના અને ખાનગી કુરિયર કંપનીના સંચાલક રમેશ જૈન એકલા રહે છે. રાત્રિના સમયે બેથી ત્રણ જેટલા હથિયારધારી લૂંટારૂઓ તેમના ઘરમાં ઘુસી જઈ. તેમની આંખોમાં કોઇ કેમિકલ જેવો પદાર્થ નાખી. તેમના માથાના ભાગે બોથડ પદાર્થથી માર મારી લૂંટ ચલાવી હતી માર લાગતા જ રમેશ જૈન સ્થળ પર જ ઢળી પડ્યા હતા.

મોડી રાત્રે બનેલી આ લૂંટની ઘટના ની જાણ થતાં જ આસપાસ ના લોકો ભેગા થયા હતા લોકો એ પોલીસ ને જાણ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ ઘટનાસ્થળે ધસી ગઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ફરી તપાસ કરી આરોપીઓનું પગેરું મેળવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. બીજી બાજુ આધેડ ઘાયલ હોવાથી તેનું નિવેદન લેવાનું બાકી હોય આરોપીઓ કઈ રીતના ક્યાંથી આવ્યા હતા, તેની ચોક્કસ માહિતી બહાર આવી શકી નથી. લૂંટારૂઓ રાજસ્થાની ભાષા બોલતા હોવાનું રમેશ ભાઈ ના સંબંધી એ જણાવ્યું હતું.

 ભોગ બનનાર હજુ સારવાર હેઠળ છે પ્રારંભિક તપાસ દરમિયાન પોલીસને ફાયરિંગ થયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.પરંતુ રમેશ ભાઈ સારવાર હેઠળ હોવા થી તેમનું નિવેદન બાદ પોલીસને લૂંટારૂઓ સુધી પહોંચવા માટેની ચોક્કસ દિશા મળી શકશે. હાલમાં પોલીસ તમામ શકમંદોને પૂછપરછ કરી રહી છે અને નજીકના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે.