વાઘોડિયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની છેલ્લી ઉમેદવારોની યાદી સામે આવતા ચૂંટણી જંગ નું ચિત્ર સ્પષ્ટ થયું છે જરોદ, ગોરજ અને વાઘોડિયા જિલ્લા પંચાયતની બેઠકોપર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ચૂંટણીનો ખરાખરીનો જંગ જામશે.જયારે કોટંબી જિલ્લા પંચાયતમા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હારજીતનો જંગ જામવાનો છે.

વાઘોડિયા તાલુકા પંચાયતની અડીરણ, ગોરજ, સિકંદરપુરા, વસવેલ અને વાઘોડિયા-૧ માંથી અપક્ષએક એક ઊમેદવારોએ ફોર્મ પરત ખેંચી લિઘુ હતુ. તો બીજીબાજુ વાઘોડિયા-૨ માંથી ચિરાગભાઈ ઈન્દ્રવદન શાહ કોંગ્રેસના ઊમેદવારે ફોર્મ પાછુ ખેંચતા કોંગ્રેસનેઆ બેઠક ગુમાવવાનો વખત આવ્યો છે.તો આ બેઠકપર ભાજપના ડોકમા વિજયમાળા આવે તે પહેલા અપક્ષ ઊમેદવારે છેલ્લી ધડીએ ફોર્મ ભર્યુ હતુ.

આ બેઠકપર શાંતીલાલ બીનહરીફ થાય તે પહેલા અપક્ષ ઊમેદવાર હરિકૃષ્ણ જયેશભાઈ પટેલે અપક્ષ ઊમેદવારી પાછી નહિ ખેંચતા ભાજપની જીતનો મોંમા આવેલ કોડીયો જુટવાઈ ગયો હતો.વાઘોડિયા-૨ તાલુકા પંચાયતની બેઠકપર હવે અપક્ષ અને ભાજપ વચ્ચે બે વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામશે.ઊલ્લેખનીય છેકે પટેલ જ્ઞાતિની વઘુ વસ્તીઆ બેઠક પર ભાજપના ઊમેદવાર કુન્દનભાઈ પટેલે માંગી હતી, પરંતુ કુન્દનભાઈ પટેલને અન્ય બેઠકપર લડવાનુ કહેતા તેઓએ ઊમેદવારી રદ્દ કરી હતી.જેનો સિઘો ફાયદો અપક્ષ ઊમેદનારને મડ્યો હતો. જેમા કોંગ્રેસમાંથી ચિરાગભાઈ ઈન્દ્રવદનશાહે ફોર્મ પરત ખેંચતા અપક્ષ અને ભાજપ વચ્ચે આ બેઠક પર ચુંટણી જંગ જામવાનો છે.આમ જિલ્લા પંચાયતની ચાર બેઠકોપર કુલ ૧૪ ઊમેદવારોએ ઊમેદવારી નોંઘાવી છે. જ્યારે વાઘોડિયા તાલુકા પંચાયતની ૨૦ બેઠકોપર ૬૭ ઊમેદવારો મેદાનમા ઊતરતા ચુંટણી ઊમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થયુ હતુ.