વલસાડ સિવિલમાં ૯૦ વર્ષના વૃદ્ધે ૧૪ દિવસ બાદ કોરોનાને હરાવ્યો
17, એપ્રીલ 2021

વલસાડ

વલસાડ જિલ્લા માં ચોફેર મોત નો તાંડવ કરી રહેલ કોરોના વાઇરસ આરોગ્ય કર્મીઓ માટે નાસુર બની ગયો છે છતાં પણ અડગ બની નીડર મને આરોગ્ય કર્મીઓ પોતા ની ફરજ બજાવી રહ્યા છે દરરોજ વલસાડ સીવીલ માં કોઈક ને કોઈક બાબતે વિવાદ થતો હોય છે પરંતુ પ્રજાએ એ પણ સમજવું જાેઈએ કે આરોગ્યકર્મીઓ પણ માણસ જ છે તેવો મશીન નથી આરોગ્ય કર્મીઓ દરદીઓ ની સેવા કરવા માં પાછળ હટતાં નથી પરંતુ મહામારી માં દરરોજ અનેક દરદીઓ ના જીવન નો અસ્ત થઈ રહ્યો છે. સરકારે વહેલી તકે આરોગ્ય કર્મીઓ વધારવું જાેઈએ થોડાક આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યા માં રહેલ દરદીઓ ની સારવાર કરવા માં નિસફળ થઈ રહ્યા છે. કોરોના ના દરદીઓ એ મન થી ખૂબ જ મજબૂત બનવું પડશે કોરોના ના દરદીઓ એ મન મજબૂત રાખ્યો હોય તો તેમના મન ની પોઝિવિટી વિચારો તેમના આરોગ્ય ને સુધરવા માં મદદ કરશે એમ પણ કોરોના થી સારા થઈ ને આવેલા લોકો જણાવી રહ્યા છે. વલસાડ સિવિલ માં સારવાર હેઠળ રહેલ એક ૯૦વર્ષ ના વૃદ્ધ ૧૪ દિવસ સુધી કોરોના સામે લડત ચલાવી આખરે કોરોના ને માત આપી સ્વસ્થ થતા વલસાડ સિવિલ ના આરોગ્ય કર્મીઓ નો આભાર માન્યો હતો.

વલસાડ તાલુકાનાં માલવણ આગર ફળિયાના ગાંડાભાઈ બુધાભાઈ પટેલ ને ૯ દિવસ સુધી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ઉપર સારવાર આપવામાં આવી હતી.વધુ ઉંમર હોવાને કારણે તેમના ઘર ના લોકો એ આશા છોડી દીધી હતી પરંતુ મજબૂત મનોબળ વાળા આ વૃદ્ધે ૧૪ દિવસે કોરોના ઉપર વિજય મેળવીને ઘરે પરત ફર્યા હતા.એમના સંબંધી રસિકભાઈએ ડોકટર્સ અને એમના સ્ટાફનો આભાર માન્યુ હતું અને આ ઘટના તેમના પરિવાર માટે અદભૂત ચમત્કાર સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution