વલસાડમાં એનસએસયુઆઈના પ્રમુખ તરીકે કપરાડાના દશરથ કડુની વરણી થઇ
04, સપ્ટેમ્બર 2020

વલસાડ : વલસાડ જિલ્લામાં આગામી દિવસમાં કપરાડા તાલુકામાં વિધાનસભાની પેટાચૂંટણી આવનાર છે જેને લઇને રાજકારણ પહેલેથી જ ગરમાયું છે અને એવામાં કોંગ્રેસ પક્ષ દ્વારા એન.એસ.યુ.આઇ સંગઠનના વલસાડના પ્રમુખ તરીકે કપરાડાના દશરથ કડુની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે સુખાલાના ધરમસિંહ વરણી કરાઇ છે આ બંનેને આજે એન.એસ.યુ.આઇ પ્રમુખ અને ઉપપ્રમુખની પદવી એન.એસ.યુ.આઈના ગુજરાતના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીના વરદ હસ્તે આપવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે એન.એસ.યુ.આઇ સંગઠન વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી કપરાડા મથકે આવેલા શિક્ષણિક હોલમાં આયોજિત કરવામાં આવેલા આજે ગુજરાતના એન.એસ.યુ.આઇ પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution