સિનિયર સિટીઝનના સહયોગથી બનેલી મોડેલ આંગણવાડીનું ઉદ્‌ઘાટન
14, એપ્રીલ 2023

વડોદરા, તા.૧૪

શહેરના ગોત્રી વિસ્તારમહી નગર ખાતે આવેલી આંગણવાડીને રોટરી ક્લબ ઓફ બરોડા જવાહર નગરના સહયોગ થી વયોવૃદ્ધ સિનિયર સિટીઝને એપગ્રેડ કરીને મોડેલ આંગણવાડી બનાવી આપી છે. આજે મેયરના હસ્તે આ મોડેલ આંગણવાડીનુ ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ૭ આંગણવાડી મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે. જેમા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે તમામ સુવીઘા ઉભી કરવામાં આવી છે.દિલીપભાઈ શાહ દ્વારા બનાવાયેલી આ આંગવાડી જાેઈને ૯૫ વર્ષિય પી.ડી.બાંગડી પરીવારે પણ બે આંગણવાડી તેમના ખર્ચે તમામ સુવીઘા યુક્ત બનાવવા ઈચ્છા વ્યક્ત કરતા રોટરી ક્લબ ઓફ બરોડા જવાહર નગરના સહયોગ થી ગોત્રી વિસ્તારની આંગણવાડી મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે.આજે મેયર,સ્થાયી સમિતીના ચેરમેન.રોટરી ક્લબ ઓફ બરોડા જવાહર નગરના સુભાષ ભટનાગર, દિલીપ શાહની ઉપસ્થિતીમાં ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution