લુણાવાડામાં નગરમા ટ્રાફિક પોલીસ જવાન દાદાગીરીનો બનાવ
22, માર્ચ 2021

લુણાવાડા

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ જવાન સાથે થયેલ દાદાગીરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ! મળતી માહિતી અનુસાર લુણાવાડામાં આવેલજુની મામલતદાર કચેરી પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ દ્વારા એક ફોરવીલ વેગેનાર ગાડી નંબર ય્ત્ન ૧૭ એન ૯૨૯૭ ૯૨ એસ ના ચાલક અને એક બુલેટ ગાડી નંબર ય્ત્ન ૬ એલ.એચ ૦૭૬૧ ના ચાલકો દ્વારા ટ્રાફિક પોલીસ કિરીટભાઈ જયંતીભાઈ માછી તેઓ ફરજ બજાવતા હતા તેઓને આરોપીઓને માસ્ક નહીં પહેરવા પોતાના કબજાની ગાડી તથા બુલેટના ચાલકોએ રોડની વચ્ચે અડચણ થાય તે રીતે ગાડી મૂકી ફરી ધાકધમકી અને ગાળાગાળી કરી કાયદેસરનું ફરજમાં અડચણ ઉભી કરી આ કામના ટ્રાફિક બ્રિગેડ વાળાને તું બ્રિગેડિયર નહીં બહુ ડાહ્યો થયો તો ગાડી નીચે નાખી ઉપર ચડાવી દેશે એવી ધમકી આપી અપશબ્દો અને અભદ્ર શબ્દો બોલી તને હું બતાવું છું તેમ કહી વાહન સાથે સ્થળ પરથી નાસી જઇ ગુનો કર્યો હતો આમાં લુણાવાડા પોલીસ દ્વારા ઈ.પી.કો.કલમ ૧૮૬.૧૮૯.૫૦૬(૨).૨૯૪(ખ).૨૬૯.૨૭૦.૧૧૪.તથા એમ.વી.એક્ટ કલમ.૨૮૩.૧૭૭.૧૩૪ તથા એપેડેમિક ડીસિસ એક્ટ ૧૮૭૯ ની કલમ ૩(૧) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી છે કોરોના મહામારી મા પોલીસ દ્વારા સતત કામગીરી માટે ખડે પગે ઉભા રહેતા ટ્રાફિક પોલીસ જેવા સતત કાર્યશીલ રહેતા લોકો ને ક્યાં સુધી આવી રીતે વગ ધરાવતા લોકો દબાવવાની કોશિશ કરશે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution