ગોધરા

પંચમહાલ જિલ્લાના મહીસાગર નદીને તટની આસપાસ પથ્થરોની ક્વોરી ઉદ્યોગ વર્ષોથી ધમધમી રહ્યો છે.ગોધરા અમદાવાદરોડ ,ગોધરા બાલાસિનોર બાયપાસ રોડ પર આવેલ ક્વોરીઓના કારણે તેની આસપાસ આવેલ ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓ અને રહેઠાણોને નુકશાન થઇ રહ્યું છે.આ ગામ્ય વિસ્તારોમાં આવેલ કાચા અને પાકા મકાનોમાં પણ તિરાડો પડવાની ઘટનાઓ બની રહી છે .ક્વોરીમાં થતા ખનન માટે વિસ્ફોટો કરવામાં આવે છે તેના કારણે રહેઠાણોને પણ અસર પડી રહી છે.આ વિસ્તારની પ્રજા ખેતી પર ર્નિભર છે.ક્વોરી ડસ્ટ ઉડવાથી ખેતીના પાકને ભારે નુકશાન થવાનો ભય રહેલો છે.આની અસર જે લોકોને થઇ રહી છે તેમના દ્વારા સબંધિત તંત્રના અધિકારીઓને જાણ કરવા છતાં જાડી ચામડી જેવા અધિકારીઓ દ્વારા કોઈવાત કે રજૂઆત સાંભળવામાં આવતી નથી ગોધરા તાલુકાના મહીસાગર નદી કિનારે ક્વોરી ઉદ્યોગ મોટી સંખ્યામાં ધમધમી રહ્યો છે.ગોધરા તાલુકાના નદીસર ગામ પાસેથી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પટ્ટામાં વધુ ક્વોરીઓ ધમધમી રહી છે.આ ક્વોરીઓમાંથી સેકડો ટન કળા પથ્થર કાઢીને તેની કપચી બનાવવામાં આવે છે.મહીસાગર નદીના પટ્ટનો આ વિસ્તાર ક્વોરી માટેનું જાણે સ્ટેશન હોય તેમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.અહીં મોટાભાગની ક્વોરીઓ કાયદેસર હોવા છતાં તે ક્વોરીઓ ના નિયમો નો અમલ કરતી નથી નિયમ મુજબ ઓછી તીવ્રતા વાળા દારૂગોળા વાળાથી વધારે તીવ્રતા વાળા દારૂગોળા વાપરી શકાય નહિ પરંતુ કેટલાક ક્વોરી માલિકો નિયમોને નેવે મૂકીને વધારે તીવ્રતાવાળા વિસ્ફોટ કરતા હોવાનું ચર્ચાય છે જેથી નજીક ના વિસ્તારોમાં આંચકા અનુભવાઈ રહ્યા છે પંચમહાલ જિલ્લાના ગોઠડા,સુખપુર જેવા ગામો અને તેની આસપાસ આવેલા અંતરિયાળ વિસ્તારોમાં તેની ભારે અસર જાેવા મળી રહી છે ક્વોરી ઉદ્યોગના કારણે આરોગ્ય પર પણ ગંભીર અસરો પડી રહી છે અને ટીબી અને શ્વાસ ના રોગો પણ ગ્રામ્ય લોકોને થઇ રહ્યા છે આ વિસ્તારમાં ખેતી આવકનું સાધન છે જયારે રોગોની સારવાર કરાવવા માટે પૈસાની ની પણ પૂરતી સગવડ હોતી નથી ઘણીવાર તો રોગો ની ગંભીરતા જાેઈને વડોદરા કે અમદાવાદ જવું પડે છે તેની માટે ગરીબ લોકો પૈસા ની સગવડ ક્યાંથી કરી શકે તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે.