સ્મશાનમાં કામ કરતા કર્મીઓનો પીએમવીમા યોજનામાં સમાવેશ
23, મે 2021

વડોદરા : શુક્રવારે શહેરની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષા ડો. દીપિકાબેન સરડવાના હસ્તે સાંસદ રંજનબેન ભટ્ટના ખાસ પ્રયત્નોથી શહેરના સ્મશાનોમાં કામ કરતા ૮૪ કર્મચારીઓને વીમા સુરક્ષાનો લાભ હેઠળ આવરી લેવાયા હતા. જેને લઈ સ્મશાનના કર્મચારીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ યોજના અંગે વાત કરતાં સાંસદ રંજનબેન ભટ્ટે ‘લોકસત્તા-જનસત્તા’ને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા હેઠળ સ્મશાનોમાં જાેખમી કામગીરી કરનારા ૮૪ કર્મચારીઓને આવરી લેવા માટે મેં સંબંધિત વિભાગને રજૂઆત કરી હતી, જેનો તાત્કાલિક હકારાત્મક જવાબ આપતાં હવે સ્મશાનના કર્મચારીઓને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ આવી લેવાયા હતા. પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા દીપિકાબેનના હસ્તે આ વીમા યોજનાના ફોર્મ સ્વીકારાયાં હતાં અને સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓને સાડીઓ પણ આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution