ગુજરાતમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો, આ કારની પસંદગી સૌથી વધારે
04, સપ્ટેમ્બર 2021

 સુરત-

 સુરતમાં ૮૦ ટકા ડીઝલ કાર અને ૨૦ ટકા પેટ્રોલ કારનું વેચાણ થાય છે. શહેરમાં વિશ્વકક્ષાનું ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો ઉદ્યોગકારો મુંબઈથી સુરતમાં વસવાટ કરવા આવશે. એને કારણે પણ સુરતમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થશે, એવો સ્થાનિક શોરૂમમાલિકોનો મત છે, જેથી લક્ઝુરિયસ કાર કંપનીઓ હવે સુરતમાં આ પ્રમાણેનું પ્લાનિંગ કરી રહી છે.સૌથી વધારે લક્ઝુરિયસ કાર બિઝનેસમેનો જ વસાવતા હતા, પરંતુ કોરોનાકાળ બાદ ૪૫થી ૬૦ વય જૂથના લોકો તેમજ ખાસ કરીને સીએ, ડોક્ટર, વકીલ વગેરે પણ ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, કોરોના હોવાથી મુંબઈ, અમદાવાદ, વડોદરા જવા ટ્રેન કે પ્લેનની મુસાફરી ટાળી લોકો આરામદાયક કારમાં સફર કરવાનું વધારે પસંદ કરે છે. અમારી સંસ્થાએ ૧૦ મહિનામાં ૩૦૦ ટકાનો ગ્રોથ કર્યો છે કોરોના પહેલાં માત્ર બિઝનેસમેન જ લક્ઝુરિયસ કાર ખરીદતા હતા, પરંતુ હવે વકીલ, ડોક્ટર અને સીએ સહિતના વ્યવસાયકારો પણ મોભાદાર કારોની ખરીદી કરતા થઈ ગયા છે. કોરોનાની કથિત મંદી વચ્ચે એક તરફ રાજ્યભરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થયો છે. ત્યારે માત્ર સુરતમાં જ છેલ્લા આઠ મહિનામાં ૩૩૮ લક્ઝુરિયસ કારોનું વેચાણ થયું છે, જે રાજ્યના ૨૫ ટકા થાય છે. આ વેચાણમાં સૌથી વધારે ૧૩૧ મર્સિડીઝ કાર છે, જ્યારે ૯૨ મ્સ્ઉ અને ૩૨ જેગુઆર છે.રાજ્યમાં અંદાજે દર વર્ષે ૨૪૦૦ લક્ઝુરિયસ કારનું વેચાણ થાય છે. એકલા સુરતમાં જ ૫૫૦ જેટલી કાર વેચાય છે, જેમાંથી ૫૦ ટકા મર્સિડીઝ હોય છે. ગુજરાતમાં લક્ઝુરિયસ કારના કુલ વેચાણમાંથી ૭૫ ટકા ડીઝલ કાર અને ૨૫ ટકા પેટ્રોલ કારનું હોય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution