દિલ્હી-

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી ઠીક પહેલાં આયોજિત ઓફિશિયલ પ્રેસિડેંશિયલ ડિબેટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસથી મોતને લઈ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ પોતાના પ્રતિદ્વંદી જાે બાઈઝડના સવાલ પર કહ્યું કે, તમે નથી જાણતાં કે ભારત, ચીન અને રશિયામાં કેટલાં લોકો મરી ગયા છે. ભારત, ચીન અને રશિયાએ મૃતકોની સાચી સંખ્યા આપી નથી.

ટ્રમ્પે બાઈડન પર પ્રહાર કરતાં કહ્યું કે, જાે બાઈડેન રાષ્ટ્રપતિ હોત તો અમેરિકામાં ઓછામાં ઓછાં 20 લાખ લોકોનાં મોત નિપજ્યા હોત. તો બાઈડેને પણ ટ્રમ્પ પર પલટવાર કરતાં કહ્યું કે, ટ્રમ્પે વ્યવસ્થા કરી અને રાહ જાેઈ. ટ્રમ્પની પાસે અત્યારે પણ કોઈ પ્લાન નથી. ફંડ નથી, જેનાથી લોકોનો જીવ બચાવી શકાય. ડિબેટ દરમિયાન ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, ભારત, ચીન અને રશિયાએ કોરોનાથી મોતોનાં સાચા આંકડા આપ્યા નથી.

ટ્રમ્પનાં આ જવાબ પર બાઈડેને કહ્યું કે, આ તે જ વ્યક્તિ છે કે જે એ દાવો કરી રહ્યા હતા કે ઈસ્ટર સુધી કોરોના વાયરસ ખતમ થઈ જશે. માસ્ક નહીં પહેરવાના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે, જ્યારે મને જરૂરિયાત સમજમાં આવે છે ત્યારે હું માસ્ક પહેરું છું. હું બાઈડેનની જેમ માસ્ક પહેરતો નથી. જ્યારે પણ તમે તેમને જાેવો છો તો તેઓ માસ્કમાં જ દેખાઈ છે. તે 200 મીટર દૂરથી બોલતાં રહેશે પણ માસ્ક પહેરીને રાખશે. ટ્રમ્પે બાઈડેનને કહ્યું કે, તમે નથી ઈચ્છતા કે કોરોનાને જાેતાં ચીન માટે આપણે દરવાજા બંધ કરી દેવા જાેઈએ કેમ કે, તમે સમજતાં હતા કે તે ભયાનક છે. તેના પર બાઈડેને કહ્યું કે, કોરોના વાયરસથી મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે અને જાે સ્માર્ટ અને ઝડપી પગલાં નહીં ઉઠાવીએ તો લોકો હજુ પણ મરશે. જાે બાઈડેને આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે, ટ્રમ્પ અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે.